"  રજવાડી છીએ અમે માન ભેર રહીએ !
                          ક્ષત્રિય ઠાકોર અમે કહેવાઈએ !  "



ક્ષત્રિય ઠાકોર સમાજ ઉત્તર ગુજરા માં વસવાટ કરતી એક શૂરવીર અને ખુમારી વાળી જ્ઞાતિ છે પરંતુ હા ક્ષત્રિય ઠાકોર કોઈ જ્ઞાતિ કે અટક નથી પરંતુ તે એક પદવી છે ! ઉત્તર  થતા મધ્ય ગુજરાત ના ક્ષત્રિય ઠાકોરો  માં પણ રાજપૂત કુળ સમાન ચૌહાણ,સોલંકી,પરમાર,ડાભી,વાઘેલા,રાઠોડ,ઝાલા વગેરે જેવી જ્ઞાતિ ઓ છે ક્ષત્રિય ઠાકોર નો અર્થ પ્રદેશ નો અધિપતિ ,ઠાકોરજી, ઠાકોરસાહેબ, નાનોરાજા,રાજપૂત વગેરે થાય છે ક્ષત્રિય ઠાકોર ની પવિત્રતા ની વાત કરીએ તો ડાકોર ના ભગવાન ને પણ ઠાકોરજી કહેવામાં આવે છેરજવાડા ની વાત કરીએ તો ગુજરાત ના ૩૬૬ રજવાડા માં કેટલાય રજવાડા એ ઠાકોર ની ઉપાધિ ધારણ કરી લીધી છે .ગુજરાત માં ક્ષત્રિય ઠાકોર એ માનસમ્માન ધરાવતો શબ્દ છે તે ઉપરાંત દરબાર નું માન આપવા માં આવે છે .આ ક્ષત્રિય ઠાકોર ના લોકો ની કોમ મૂળ અટકો અલગ અલગ છે જેમકે પરમાર મૂળ મારવા ના છે ચૌહાણ રાજશ્થાન,રાઠોડ જોધપુર વગેરે ના કુળ ના છે .આ રાજપૂતો જુદા જુદા કારનો સર ગુજરાત ના ઉત્તર અને મધ્ય માં આવી ને વસ્યા અને ગુજરાતી રંગ માં રહેવા લાગ્યા ! ગુજરાત માં સૌથી મોટા પ્રમાણ વસ્તી ધરાવતો આ સમાજ  પોતાને સૂર્યવંશી,ચંદ્રવંશી ,અગ્નીવંશી વગેરે વંશ ના ક્ષત્રિયો માને છે .


ઇતિહાસ અને ઉદ્ભવ

ક્ષત્રિય ઠાકોર સમાજ જ્ઞાતિ ગુજરાત માં મુખ્યત્વે ઉત્તર અને મધ્ય ગુજરાત માં ઉદ્ભવી હોય તેવું માનવા માં આવે છે .

ક્ષત્રિય ઠાકોર સમાજ બનાસકાંઠા ,સાબરકાંઠા,ગાંધીનગર ,અમદાવાદ ,પતન,અરવલ્લી માં વધુ જોવા મળે છે

ક્ષત્રિય ઠાકોર માં મકવાણા ,સોલંકી, પરમાર ,ડાભી, ચૌહાણ વાઘેલા અને જાદવ જેવી અટક હોય છે અન્ય હિંદુ જ્ઞાતિ ની પણ પોતાની પરંપરા જાળવી રાખી છે


વિશિષ્ટતા ની વાત કરીયે તો

ઉત્તર ગુજરાત ના ઠાકોરો પોતાના પહેરવેશ માટે વિખ્યાત છે

ક્ષત્રિય ઠાકોર લોકો પોતાના મહાન રજાઓ જેવા કે પૃથ્વીરાજ ચૌહાણ ,મહારાણા પ્રતાપ ,ક્ષત્રપતિ શિવાજી મહારાજ ,તથા ગુજરાત ના સિદ્ધારાજ સિહ સોલંકી,ભાથીજી,હાથીજી ના શોર્ય  વાળા ઇતિહાસ ને જાણી માન સ્વાભીમાન માં રહેવા માને છે .રામ કૃષ્ણ ના વંશજ હોવાથી રઘુ કુળ રીત સદા ચાલી આયી,પ્રાણ જાય પણ વચન ના જાયે વાત,વચન,અને વ્યવહાર થી રહેવા માં માને છે તેથી તેઓ માનવાચક શબ્દ નામ પાછળ જી અટવા સિહ લગાડવામાં આવે છે

અત્યાર ની  પરીસ્થીતી

ક્ષત્રિય ઠાકોર ની હાલ ની વાત કરીએ તો આ સમાજ માં ગરીબી નું પ્રમાણ વધુ જોવા મળે છે તેથી આ સમાજ ને ઓબીસી મ આવવું પડ્યું ! સાચી રીતે જોવા જઈએ તો આ સમાજ ઠાઠમાઠ માં જીજવા માં માને છે તેથી લગ્ન જેવા પ્રસંગો માં જમીન વેચી મોટા મોટા વ્યવહારો અને આંખ બંદ કરી ખર્ચા કરે છે માટે આ સમાજ ગરીબી કે ગરીબી રેખા નીચે આવી ગયો છે 


દારૂ અને વ્યસન

ક્ષત્રિય ઠાકોર નો વિજય થાય પરંતુ દારૂ અને વ્યસન જેવી કુટેવો આ સમાજ પર પોતાનું વર્ચસ્વ જામવી દીધુ છે આને કારણે ક્ષત્રિય ઠાકોર ના શૂરવીરતા  લજવાય છે .માટે આ કુટેવો ને દુર કરવા આ સમાજ એક તયો અને તારીખ ૨૬ જાન્યુઆરી ૨૦૧૬ ના રોજ અમદાવાદ ના જીએમડીસી મેદાન માં ભેગી થઇ અને વ્યસન નામના રાક્ષસ ને મારી ક્ષત્રિય  ધર્મ નો વિજય કાર્યો .આ એક વિશ્વરેકોર્ડ પણ કાર્યો હતો .
તેજ રીતે ઠાઠમાઠ ના ખર્ચા ઓ બંદ કરી અને ગુજરાત વધુ ને વઘુ સમૂહ લગ્ન કરી સમાજ ને વિકાસશીલ બનાવ્યો !

મહત્વ આપ્યું દીકરી ને અને શિક્ષણ ને ,તથા જાકારો આપ્યો કુરિવાજો અને વ્યસન ને     
તો આ હતો આપણા ક્ષત્રિય ઠાકોર સમાજ નો એક નાનકડો ઇતિહાસ  ,

જો તમને આ પોસ્ટ ગમી હોય તો વધુ માં વધુ શેર અને કોમેન્ટ પણ કરજો ..