તા ૧૭ જૂન ૨૦૧૯ 


ગુજરાત રાજ્ય એ એક એવું રાજ્ય છે જ્યાં તમને અનેક ધાર્મિક સ્થાનો જોવા મળેશે. જેવા કે અંબાજી,ચોટીલા ,દ્વારકા ,જુનાગઢ,ઉંચા કોટડા,કાગવડ ,ભગુડા વગેરે ગામો એક વિશિષ્ટ ધાર્મિક સ્થાન માટે પ્રખ્યાત છે અને આ ગામો નો પોતાનો અનેરો ઈતિહાસ જોડાયેલો છે 

તો આજે હું તમને માં ચામુંડામાતાજી નું ધામ એટલે કે ચોટીલા નો ઈતિહાસ જણાવીશ .આશા રાખુ છુ કે આ પોસ્ટ ગમશે ! ગમે તો શેર જરૂર કરજો



.ચોટીલા ગુજરાત રાજ્ય ના સુરેન્દ્રનગર જીલ્લા માં આવેલું પ્રતિષ્ટ ધામ છે .ત્યાં ડુંગર પર બિરાજમાન છે માં ચંડી ચામુંડા માતાજી ! દેવી ભાગવત અનુસાર ચામુંડા માતાજીએ ચંડ અને મુંડ નામ ના બે દાનવો ના વદ કર્યા હતા તેથી તેમનું નામ ચામુંડા પડ્યું !

ચોટીલા નો  ડુંગર અતિ પ્રાચીન છે  પહેલા ના સમય મંદિર પર એક નાનકડો ઓરડો હતો તે સમય ડુંગર પર પગથીયા પણ નતા તો પણ લોકો દર્શન કરવા આવતા હતા

આજ થી લગભગ ૧૬૦ વર્ષ પહેલા શ્રી ગોસાઈ ગુલાબગીરી બાપુ આ મંદિર ની સેવા પૂજા કરતા અને સેવા થતા વિકાસ ના કાર્યો કર્યા અને આ કામ હાલના સમય તેમના વંશજ  પરંપરાગત ચલાવતા આવે છે


જો ડુંગર ની વાત કરીએ તો ડુંગર પર ચડવા માટે ૬૩૫ પગથિયાં  છે તેમાં ચડવા તથા ઉતારવા માટે અલગ અલગ વ્યવસ્થા છે. દર ૧૦૦ પગથિયાં એ પીવા ના પાણી ની સુવિધા છે .તેમાં સતત કુલિંગ સિસ્ટમ થી ઠંડું પાણી મળી રહે છે  તદ ઉપરાંત પગથીયા ઉપર છેંક સુધી સેડ લગાવેલો છે જેથી વરસાદ કે ગરમી માં યાત્રિકો ને કઈ તકલીફ ના પડે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને સાથે સાથે પંખા પણ લગાવેલા છે .

શ્રી ચામુંડા માતાજી ગોહિલ વાદ ના ગોહિલ દરબારો,ડોડીયા,જુનાગઢ ના સોલંકી,પરમાર,રાજપૂતો,ખાચર-ખુમાર,કાઠી દરબારો,પરજીયા સોની,દરજી,પંચાલ,ઉતરગુજરાત ના ઠાકોર,ક્ચ્છ ના રબારી તથા આહીર સમાજ ખારવા સમાજ ,સતવારા સમાજ વગેરે સમાજ ની કુળદેવી તરીકે પુજાય છે ,   

અહી ચામુંડા માતાજી ના મંદિરે વિનામૂલ્ય ગાડીપાર્કિંગ ,વિનામૂલ્ય ભોજનશાળા તથા વિનામૂલ્ય રહેવાની સગવડ તેમજ સુંદર બાગબગીચા નું નીર્માણ ચામુંડા ટ્રસ્ટ દ્વારા કરવા માં આવ્યું છે 


કારતક માસ માં નવા વર્ષ ના પ્રારંભ થી લાભપાંચમ સુધી ખુબ મોટી સંખ્યા માં ભક્તો દર્શન કરવા તેમજ દર માસ ની પૂનમ ,શ્રાવણ માસ ના સાતમ આઠમ ,તથા દર રવિવાર ના દિવસે ભક્તો ની ભીડ જોવા મળે છે