કેમ લોકો નંદી ના કાન માં કઈક કહે છે ?

maha Shivaratri 2020 gujarat


ભગવાન શિવ ના દરેક મંદિરોમાં તેમના પોઠીયા નંદી ની મૂર્તિ જરૂર હોય છે. કેમ લોકો નંદી ના કાન માં પોતાની માનોકામના કહે છે આ પ્રશ્ન બધા ને થતો હશે

આની પાછળ એક રસપ્રદ કથા છે કહેવામાં આવે છે શીલાદ નામ ના એક મુની હતા અને તેઓ બ્રહ્મચારી હતા. તેમના પિતા ને ચિંતા હતી કે તેમનો વંશ આગળ કઈ રીતે વધશે ?

શીલાદ મુનીએ પિતાની ચિંતા દુર કરવા માટે ઈન્દ્રદેવ પ્રસન્ન કરવા તપ કર્યું ,તેવો ઈન્દ્રદેવ પાસે એવું સંતાન મેળવવા માંગતા હતા જે જન્મ અને મુત્યુ ના બંધન થી મુક્ત હોય.


પણ ઈન્દ્રદેવ તેમની આ ઈચ્છા પૂરી ના કરી શક્યા પણ તાપ જોઈને શિવજી ભગવાન શીલાદ મુની પર પ્રસન્ન થઇ ને પુત્ર પ્રાપ્તિ નું વરદાન આપ્યું

એક દિવસ શીલાદ મુની ને એક બાળક મળ્યું .તેનું નામ નંદી રાખ્યું. થોડા સમય પછી બે મુનીઓ શીલાદ મુની ના આશ્રમ માં આવ્યા તેઓએ નંદી ને જોઈને ભવિષ્યવાણી કરી કે આનું આયુષ્ય ઓછુ છે

આવી ભવિષ્યવાણી સંભાળ્યા બાદ શીલાદ મુની શિવજી ની આરાધના કરવા લાગ્યા અને નંદી જંગલ માં જઈને શંકર ભગવાન નું ધ્યાન ધરવા લાગ્યા. ત્યારે શિવજી પ્રસન્ન તહી ને કહ્યું તું મારો અંશ છે તો તને મુત્યુ નો ભય કઈ રીતે હોઈ શકે?

આમ, શિવજી એ નંદી ને હમેશા સાથે રાખવાનું વરદાન આપ્યું આ કારણે શંકર ભગવાન ના દરેક મંદિરો માં નદી નું નિવાસસ્થાન હોય છે એવું માનવામાં આવે છે આમ, શંકર ભગવાને નંદી ને પોતાના દ્વારપાળ બનાવી દીધા

એ પછી દેવતા ગણ માં કોઈ પણ શંકર ભગવાન ને મળવા આવતા તો પહલા નંદી ને મળતા ,તેથી દરેક શિવ ભગવાન ના મંદિર માં નંદી ની મૂર્તિ શિવજી ની મૂર્તિ ની આગળ હોય છે

શંકર ભગવાન તપસ્વી છે અને તેઓ તેમાં જ લીન રહે છે તેથી શિવજી ના ભક્તો શંકર ભગવાન ને બદલે નંદી ના કાન માં પોતાની મનોકામના જણાવે છે જેથી તેમની મનોકામના ભગવાન શિવ સુધી પહ્ચાડે