કચ્છ સરહદે પાકિસ્તાની સેનાની ચહલ-પહલ વધી! નવા જુની થવાના સંભાવના
· કચ્છ સરહદ નજીક પાકિસ્તાની સૈન્યની ચહલ-પહલ વધી
· સરહદી ભારતીય સેના એ સેનાએ પેટ્રોલિંગ વધાર્યું
- છેલ્લા કેટલાક દિવસથી પાકિસ્તાની સૈન્યની ચહલ-પહલ વધી છે. સરહદી વિસ્તારમાં પાક સેનાનું પેટ્રોલિંગ અને સેનાબળ વધ્યુ છે. આ તમામ ગતિવિધિઓ અમંગળના એંધાણ આપી રહી છે. તાજેતરમાં જ વડોદરામાંથી આતંકવાદી ઝડપાયો છે અને સામે 26મી જાન્યુઆરી છે ત્યારે શું ગુજરાતમાં કોઈ મોટી દુર્ઘટના ઘટશે ? એવી ચર્ચાના બજારે જોર પકડ્યું છે.
· ભારતીય સૈન્ય તેમજ સુરક્ષા એજસીઓ બની સતર્ક
- કચ્છ સરહદ નજીક પાકિસ્તાની સૈન્યની ચહલ-પહલ અચાનક જ વધી ગઈ છે. સરહદી કોઠાવારી ક્રિક વિસ્તાર સામે પાકિસ્તાની સેનાએ અચાનક જ પેટ્રોલિંગ વધારી દીધુ છે. તાજેતરમાં જ વડોદરામાંથી આતંકવાદી ઝડપાયો છે. જામનગર, પોરબંદર અને હરામીનાળા પાસેથી વારંવાર પાકિસ્તાનઓ પકડાય છે ત્યારે ખરેખર શું પાકિસ્તાન ગુજરાતમાં ઘુસણખોરી અથવા તો હૂમલાની તૈયારી કરી રહ્યો છે?
ભારત-પાકિસ્તાનની નાજુક સ્થિતિ
- ભારત-પાકિસ્તાનની સ્થિતિ હાલ ખુબ જ ક્રિટીકલ છે. વળી નાગરિકતા સંસોધન કાયદાને કારણે ભારતમાં આતંરિક વિરોધ પણ થઈ રહ્યો છે. વળી કાશ્મીરમાં કલમ 370ની નાબૂદી બાદ હવે PoK પર ભારતની નજર હોવાનું વૈશ્વિક લેવેલે ચર્ચાઈ રહ્યુ છે ત્યારે શું ભારત પણ અંદરખાને PoK ને મળવવા માટે પ્રયાસ કરી રહ્યું છે અથવા હૂમલો કરવાનું છે? આવા પ્રશ્નોનોને પગલે ભારત-પાકિસ્તાનની નાજુક સ્થિતિનો ખ્યાલ આવે છે.
ભારતીય સૈન્ય અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની
- ભારતીય સૈન્ય અને સુરક્ષા એજન્સીઓ પણ હાલ સતર્ક બની છે. તાજેતરમાં જ સેનાના વડાનું PoK ઉપર મહત્વનું નિવેદન આવ્યું હતુ જેમાં તેમણે કહ્યું હતું કે PoK આપણું છે. જેવો આદેશ આવશે અમે મેળવી લેશું.
Post a Comment
Post a Comment