તા ૧૩ જૂન ૨૦૧૯,બુધવાર

નમસ્કાર દોસ્તો ,


ગુજરાત માં અત્યારે ભય નો માહોલ ચારેકોર છે ,તેનું કારણ છે કુદરતી આફત. જી હા દોસ્તો હું વાત કરી રહ્યો છુ ૧૩ તારીખે આવવવાળું વાયુ વાવાઝોડા ની ! આ એક મોટી કુદરતી આફત કહી સકાય

અત્યારે ગુજરાત ના દરિયા કિનારા ના તમામ ગામો ને હાઈ એલટ કરી દીધા છે જેનો મતલબ એ છે કે કોઈ મોટી હોનારત દરિયાઈ વિસ્તાર માં થવાની શક્યતા છે આ તો વાત થઇ હમણાં ની પણ હું તમને આજથી ૪૦ વર્ષ પહલા થયેલી ગુજરાત ની સૌથી મોટી કુદરતી હોનારત વિષે આ પોસ્ટ માં જણાવીશ


  આ એક કારમો દિવસ હતો  લોકો ને આનો  આભાસ પણ નહોતો .




તા ૧૧,ઓગસ્ટ ૧૯૭૯,

મોરબી,ગુજરાત

આજથી ૪૦ વર્ષ પહલા એટલે કે ૧૧ ઓગસ્ટ ,૧૯૭૯ નો એ દિવસ મોરબી અને  ગુજરાત ક્યારે નહિ ભૂલી શકે આ દિવસ ના આગલા ૩ દિવસ લગાતાર ભારે વરસાદ ને કારણે મત્છુંડેમ ઓવરફ્લો થઇ ગયો.અને  ૧૧ ઓગસ્ટ ના બપોરે ૩ વાગે ઓવરફ્લો ને કારણે તૂટી ગયો અને પાણી આખા મોરબી શહેર માં ફરી વળ્યું .

પાણી નું જોર એટલું હતું કે ફક્ત ૧૫ મિનીટ માંજ આખા શહેર માં ધાબા સુધી પાણી ભરાઈ ગયા લોકો ને કઈ સમજણ પડે ત્યાં સુધી બહુ મોડું થઇ ગયું હતું .

હજારો લોકો અને હજારો પશુઓ ના મોત થયા હતા .આજે વિકાસ ની દ્રષ્ટી એ મોરબી આગળ વધી રહ્યું છે પરંતુ આ બાબત ને યાદ કરીને હૈયા કંપી જાય છે
આ હોનારત માં લગભગ ૧૦ હાજર લોકો મુર્ત્યું પામ્યા હતા અને કેટલાય પશુ પક્ષીઓ.




આ ઘટના એવડી મોટી હતી કે આ ફક્ત ભારત માં જ નહિ પણ આખી દુનિયા માં સૌથી મોટી પાણી હોનારત માં સામિલ છે .

     
ડેમ ટુટવાના કારણો

એક પુસ્તક માં જણાવ્યા મુજબ ડેમ ના કર્મચારીઓ ની ગેરવવ્યવસ્થા અને ડેમ ની ડિઝાઇન તથા ગુજરાત સરકારે આપત્તિ ની તપાસ માટે જે ટીમ તૈયાર કરી તેને રદ કરી જેના કારણે આ ઘટના થઇ એવું માનવામાં આવે છે