વાયુ વાવાઝોડા થી ખતરો .NDRF  ની ટીમ ને તૈનાત કરાઈ 

-આજે ગાંધીનગર માં બેઠક યોજાશે ,મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્થીતી ની સમીક્ષા કરી

-સરકાર દ્વારા એનડીઆરએફ, આર્મી , બીએસએફ ,રાહત-મહસૂલ સચિવ સાથે બેઠક કરી 


-કાંઠા ના ૩ લાખ લોકો નું સ્થળાંતર કર્યું

-એનડીઆરએફ ની ૪૬ ટીમ અને આર્મી ની ૪ ટીમ તૈનાત કરાઈ

-રાહત ના દરે સુકા નાસ્તા ના ૫ લાખ ફૂડ પેકેટો તૈયાર કરાયા ,

-ક્ચ્છ-સૌરાષ્ટ્રના તમામ જીલ્લા માં કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા ,

-રાજ્યના તમામ સરકારી કર્મચારિયો ની રજા ના મંજુર



: ગુજરાત,  તા ૧૨ જૂન ૨૦૧૯ ,બુધવાર :

       અરબી સમુદ્ર માં વેરાવળ થી ૩૮૦ કિમી ની અંતરે દક્ષિણ-પૂર્વની દિશા "વાયુ" નામનું વાવાઝોડું ગુજરાત તરફ દરિયા વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે સંભવિત વાવાઝોડાનો સામનો કરવા નેશનલ ડિઝાસ્ટર રેસ્કયૂ ફોર્સની ૧૫ ટીમ ઉપરાંત પંજાબના ભટિંડા અને રાજસ્થાનના અજમેર ઉપરાંત પૂનાના બોલા વાયેલી ૧૧ વધારાની ટીમો પણ કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ રવાના કરવામાં આવી છે.મરીન સિક્યોરિટી
-ફોર્સ ઉપરાંત એસડીઆરઆફની ય ૧૧ ટૂકડી અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી રહી છે. જામનગર, ભાવનગર , સોમનાથ, મોરબી ,અમરેલી ,જૂનાગઢ સહિતના વિસ્તારોમાં એનડીઆરફી ટીમો તૈનાત કરવામાં આવી છે.

રાજય મહેસૂલ વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના જીલ્લા કલેક્ટરો પાસેથી બપોર સુધી રિપોર્ટ મંગાવ્યો હતો. આ રિપોર્ટ આધારે આવતીકાલે ગામડાઓ ખાલી કરાવવાનો નિર્ણય લેવા નક્કી કરવામાં આવ્યુ છે.  

વાવાઝોડા ના પગેલે અસરગ્રસ્ત વિસ્તાર માં ભારે વરસાદ પડવાની આગાહી મોસમ વિભાગ દ્વારા આપવા માં 
આવી છે 

હાલ પોરબંદર ,વેરાવળ ના દરિયા કાંઠે ૨ નબર સિગ્નલ લગાડવા માં આવ્યો છે જેથી વાયરલેસ મેસેજ કરી દરિયા માં ફરતા માછીમારો ને પરત બોલાવી સકાય ,અને બોટ ને પણ સુરક્ષિત જગ્યા ને મુકવાનો આધેશ આપ્યો છે .

સ્થિતિ ને જોતા રાજ્યના ના તમામ કર્મચારીયો ની રાજા રદ કરવા માં આવી છે આમ, વાયુ વાવાઝોડા ના સંકટ નો સામનો કરવા રાજ્ય સરકારે ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મુજબ તમામ તૈયારિયો કરી લીધી છે 
ખુદ મુખ્યમંત્રી વિજય રૂપની સ્થિતિ પર નજર રાખશે ..

  તમામ શાળા-કોલેજ માં રજાઓ જાહેર કરી 

વાયુ વાવાઝોડા એ રોન્દ્ર રૂપ ધારણ કરી લીધું છે અને મોસમ વિભાગ દ્વારા ૧૨,૧૩, તારીખે આ વાવાઝોડું   ગુજરાત માં પહોચશે તેથી સુરક્ષા માટે તારીખ ૧૨ અને ૧૩ ના દિવસે શાળા અને કોલેજો માં જાહેર રજા આપવા માં આવી છે .
   વાયુ વાવાઝોડું ગુજરાત ના ૧૧ જીલ્લા ની અસર કરે તેમ છે ચેથી દુજારત સરકારે ડીઝાસ્ટર મેનેજમેન્ટ ને આધારે તમામ તૈયારિયો ને ઓપ આપી દીધો છે .માટે પોરબંદર,વેરાવળ,ભાવનગર,ક્ચ્છ ની શાળા-કોલેજો માં રજા મંજુર કરી છે .

વાયુ વાવાઝોડા ને લીધે ભાવનગર માં રો રો ફેરી સેવા બંદ 
  

 વાવાઝોડા ના કારણે ભાવનગર ને પણ અસર કરી સકે છે તેથી ૧૨ અને ૧૩ તારીખે રો રો ફેરી સેવા સેવા બંદ કરવા નો તંત્ર એ નિર્ણય લીઘો છે  

સૌરાષ્ટ્ર -ક્ચ્છ માં એસ એમ એસ મોકલી સજાગ કરાયા 

વાવાઝોના ના પગલે તંત્ર એ સોશિયલ મીડિયા નો સહારો લીધો છે. એસ એમ એસ મોકલી ને લોકો ને વાવાઝોડા થી બચવા શું શું  કરવું એ સલાહ આપવા માં આવીછે .લગબગ ૪.૫ લાખ એસ એમ એસ મોકલવામાં આવ્યા છે .સંદેસાવ્યવહાર વ્ય્થાવત રહે તેવી સુચના પણ મોબાઈલ કપનીઓ ને આપી દીધી છે. 

રાજ્યસરકાર તથા કેન્દ્રીયસરકાર 

વાયુ વાવાજોડું ગુજરાત પર ત્રાડકશે તેવી સમભાવના ના લીધે પૂરી સરકાર હરકત માં આવી ગઈ છે કેબિનેટ ની બેઠક પણ રદ કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિસ્તાર ની મુલાકાતે આવ્યા છે