સોશિયલ મીડિયા હવે આપણા બધા ના જીવન નો હિસ્સો બની ગયો છે કે એના વગર જીંદગી ની કલ્પના જ ના થઇ શકે .આખી દુનિયા જાણે છે કે સોશિયલ મીડિયા ના અનેક ગેરફાયદા છે  સોશિયલ મીડિયા આપનો સમય ખાઈ જાય છે .આપણે કઈક  અપલોડ કર્યું હોય તો  તેમાં કેટલી લાઇક મળી આથવા કોણે કેવી કોમેન્ટ કરી એ જાણવા આપણું મન લલચાતું રહે છે .એકાદ કલાક ફોન હાથ માં ના લઈએ  તો એવું લાગે કે આપણે આખી દુનિયા થી અલગ થઇ ગયા . સોશિયલ મીડિયા થી દુર રહવા પ્રયત્ન કરીએ પણ વ્યસન છુટ તું નથી. લોકો  હવે માણસોને આલગ રીતે જોવા લાગ્યા છે સોશિયલ મીડિયા પર ના હોય તો તેને પછાત માણસ ગણવા માં આવે છે .


માણસ ની જીંદગી ટેકનોલોજી વાળી થઇ ગઈ છે આને કારણે હવે કઈ છુપું રહતું નથી, સોશિયલ મીડિયા માં કઈ પણ અપલોડ કરતા વિચારો છો કે આનું પરિણામ સુ આવશે ?



અમેરિકાએ હમણાં એક નિયમ જાહેર કર્યો કે હવે અમેરિકામાં જોબ કે સ્ટડી માટે વિઝા માંગનારે સોશિયલ મીડિયા ની પાંચ  વર્ષ ની હિસ્ટ્રી આપવાની રહશે . સોશિયલ મીડિયા નો પાંચ વર્ષ નો ડેટા થી માણસ ની માનસિકતા માપવા માટે પુરતો છે .આપણે એમ વિચાર્યું હસે કે ડેટા ડીલીટ કરી નાખીએ તો પણ અમેરિકા માટે ડેટા મેળવવા અઘરી બાબત નથી .જે સોશિયલ મીડિયા માં ડેટા માંગવા માં આવ્યો છે એમાં  ફેશબૂક,ટ્વીટર ,ઇન્સ્તાગ્રામ,યુ ટુબ વગેરે નો સમાવેશ થાય છે .આ  વિગતો આપતી વખતે પાસવર્ડ આપવાનો નથી ખાલી યુઝર આઈડી આપવાની છે બાકી એ  લોકો જોઈ લેશે .તમારા સગા સબંધી સીઆરપીએફ મકે બીજી કો એજન્સી સાથે હોય ,તમે એની માસીન ગન સાથે ફોટો પડાવીને ફાયરીંગ ની પોઝ માં ફોટો અપલોડ કર્યો તો અમેરિકા તમારા વિઝા પર ચોકડી મૂકી દેશે .


સોશિયલ મીડિયા એક્ટીવીટીઝ અંગે સાયકોલોજીષ્ટસ નું પણ એવું કહવું છે કે તમે જે મુકો એના તેના પરથી તમારી માનસિકતા નક્કી  થાય છે   સોશિયલ મીડિયા આપણા સંસ્કારો વ્યક્ત કરે છે એ એક પ્રકાર નું જાહેર વર્તન છે . આપણને ઘણી વખત એમ થાય કે એમાં શું ? એમાં ઘણું બધું હોય છે . સોશિયલ મીડિયા પર સીન મારવાના કરતૂતો ઘણી વાર બહુ ભારી પડી જાય છે સબંધ ,પ્રેમ અને દોસ્તો માં લોકો હવે એ જોવા લાગ્યા છે કે,આ માણસ ભરોસા પાત્ર છે કે નહિ ? કઈ પણ અપલોડ કરતા પહલા એટલું જરૂર વિચાર જો કે તમારી વાત કે તસવીર નો કેવો મતલબ કાઢવામાં આવશે ? સોશિયલ મીડિયા તમને એન્ટી સોશિયલ જાહેર કરવા માટે પણ મહત્વ નો રોંલ અદા કરી શકે છે . સાવધાન રહજો ,ક્યાંક સોશિયલ મીડિયા  તમારા માટે આનંદ  ના બદલે આફત ન બની જાય      

જો તમને આ પોસ્ટ ગમી હોય તો શેર જરૂર કરજો